કાર્યવાહી@ખેડા: LCBમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલને રૂ.25,000 ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

 
Karyvahi
લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડા LCBનો પોલીસ કોન્સ્ટેબલ 25,000 ની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો છે. દેશી દારૂના બુટલેગર પાસે ખોટો કેસ કરવાની ધમકી આપીને રૂપિયા 25,000ની લાંચ માગી હતી. રૂપિયા 25000ની લાંચ સ્વીકારતા એસીબીએ કોન્સ્ટેબલ હિરેનકુમાર જયંતીભાઈ પટેલને ઝડપ્યો છે. ખેડા એલસીબીનો પોલીસ કોન્સ્ટેબલ 25,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. ખેડા એલ.સી.બી.માં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર જયંતિભાઈ પટેલને રૂપિયા 25,000 ની લાંચ લેતાએસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે.

લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી પરિવારના સભ્યો વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી, અને આ કેસ ના કરવા માટે 25,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ACB દ્વારા ગુતાલમાં આવેલા ફરિયાદીના ઘરે, ઇન્દિરાનગર ખાતે છટકું ગોઠવી લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની બાબત છે કે, ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના બુટલેગરોએ માઝા મૂકી છે, ત્યારે દેશી દારૂના બુટલેગરે જ એલસીબીના કોન્સ્ટેબલને એસીબીમાં ટ્રેપ કરાવતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.