કાર્યવાહી@ખેરાલુ: LCBએ બાતમી આધારે ચોરીના જનરેટર સાથે 3 ઇસમોને દબોચ્યાં

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBએ બાતમી આધારે ચોરીના જનરેટર સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. LCBની ટીમે દોઢેક વર્ષ પહેલા દાંતા ચોકડી પાસેથી ચોરાયેલ જનરેટર ચોરી કેસમાં કાર્યવાહી કરી છે. જેમાં ASI અને હેડ કોન્સ્ટેબલને મળેલી બાતમી આધારે ખેરાલુના ચિત્રોડીપુરા(કુડા) ગામેથી 3 લોકોની ચોરીના જનરેટર સાથે અટકાયત કરી વધુ તપાસ
 
કાર્યવાહી@ખેરાલુ: LCBએ બાતમી આધારે ચોરીના જનરેટર સાથે 3 ઇસમોને દબોચ્યાં

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBએ બાતમી આધારે ચોરીના જનરેટર સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. LCBની ટીમે દોઢેક વર્ષ પહેલા દાંતા ચોકડી પાસેથી ચોરાયેલ જનરેટર ચોરી કેસમાં કાર્યવાહી કરી છે. જેમાં ASI અને હેડ કોન્સ્ટેબલને મળેલી બાતમી આધારે ખેરાલુના ચિત્રોડીપુરા(કુડા) ગામેથી 3 લોકોની ચોરીના જનરેટર સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના ચિત્રોડીપુરા (કુડા) ગામેથી ચોરીના જનરેટર સાથે 3 લોકોને LCBએ દબોચ્યા છે. મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલની મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા સુચના આધારે LCB P.I બી.એચ.રાઠોડે સ્ટાફને સુચના આપી હતી. જેને લઇ PSI એ.કે.વાઘેલા, ASI હિરાજી, જયવિરસિંહ, HC નરેન્દ્રસિંહ, રશ્મેન્દ્રસિંહ અને હેમેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ખેરાલુ પંથકમાં પેટ્રોલિંગમાં હતો.

કાર્યવાહી@ખેરાલુ: LCBએ બાતમી આધારે ચોરીના જનરેટર સાથે 3 ઇસમોને દબોચ્યાં

આ દરમ્યાન ASI હીરાજી સોનાજી અને HC રશ્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, આજથી દોઢેક વર્ષ પહેલા દાંતા ચોકડી મુકામે દાંતાથી અંબાજી જતાં રસ્તા ઉપર પડેલ જનરેટરની ચોરીના આરોપી ચિત્રોડીપુરાના છે. જેથી LCBએ અચાનક ચિત્રોડીપુરા(કુડા) પહોંચી ચોરીના જનરેટર સાથે 3 ઇસમોને ઝડપી પાડતાં તેઓએ ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. LCBએ ચોરીમાં ગયેલ ઇલેક્ટ્રીક લાઇટના વપરાશ માટેનું ફાયરીંગ ઓર્ડર કંપનીનું જનરેટર કિ.રૂ. 80,000નું કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  1. મુકેશજી કાન્તીજી ઠાકોર, રહે.ચિત્રોડીપુરા (કુડા) તા.ખેરાલુ
  2. કિરણજી લીલાજી ઠાકોર, રહે. ચિત્રોડીપુરા(કુડા) તા.ખેરાલુ
  3. કિરણજી ઉર્યે પકો પ્રધાનજી ઠાકોર, રહે. બાજપુરા (કુડા) તા.ખેરાલુ