કાર્યવાહી@કચ્છ: સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ, જાણો વિગતવાર

 
કાર્યવાહી
ખનીજ વિભાગના કર્મચારીઓ પર દબાણ કરવામાં આવ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છના અબડાસામાંથી ફરી એક વખત ગેરકાયદેસર ખાનનનો પર્દાફાશ થયો છે. કચ્છમાંથી અબડાસાના ખીરસરા ગામમાંથી સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો છે. સરકારી જમીનમાંથી બેન્ટોનાઈટનું ખનન કરવામાં આવતું હતું. ભાજપના મોટા ગજાના નેતાના ઈશારે ગેરકાયદેસર બેન્ટોનાઈટનું ખનન ચાલતું હતું. ગેરકાયદેસર ખનન માટે છૂટો દોર આપવા માટે ખનીજ વિભાગના કર્મચારીઓ પર દબાણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઈંગ સ્કવોર્ડની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી.

પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના દેવેન્દ્ર બારીયા અને ફ્લાઇંગ સ્કવોર્ડના મેહુલ શાહે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી હતી. 22 જાન્યુઆરીએ રાત્રીના સમયે ખનીજ વિભાગની સંયુક્ત ટીમો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. 2 હિટાચી અને 4 ડમ્બર સામે કાર્યવાહી કરાઈ જેમાં 1 ડમ્પરમાં બેન્ટોનાઈટ ખનીજ ભરેલ હતું. હિટાચી મશીન વાહનમાં કેવર સદામ હુશેન કાસમ, જટુભા લાલસંગજી સોઢાની ધરપકડ કરવામાં આવી હતી. ડમ્પર વાહનમાં કનુભા મુરૂભા જાડેજા, મેલા મંગુ રબારી, મોહમદ હુશેન હિંગોરા અને કેશાભાઇ કાનજીભાઈ સોઢા સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાળુમાં આ 6 વાહન માલિકો સામે 2798.68 મેટ્રિક ટન ગેરકાયદેસર બેન્ટોનાઈટ ખનન બદલ 24,20,079 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.