કાર્યવાહી@મહીસાગર: જાતિના દાખલા ઈસ્યુ કરનારા નાયબ મામલતદાર સસ્પેન્ડ, સત્તાનો ગેરઉપયોગ કરવાનો આરોપ

અનુસૂચિત જનજાતિના 357 દાખલ ઈસ્યુ કર્યા હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સત્તાનો દુરૂપયોગ કરતા અધિકારીઓના કાંડ અવારનવાર સામે આવતા રહે છે. જેમાં પદનો ગેરઉપયોગ કરીને ભ્રષ્ટાચાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મહીસાગરના કડાણાના નાયબ મામલતદારે પોતાની સત્તાનો દૂરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ અનુસૂચિત જનજાતિના 357 દાખલ ઈસ્યુ કર્યા હતા. મળતી માહિતી મુજબ મહીસાગરના કડાણાના નાયબ મામલતદારે સત્તાનો ગેરઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.
કડાણામાં અનુસૂચિત જનજાતિના 357 દાખલા ઈસ્યુ કરનારા નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. તેમના પર આરોપ છે કે, વર્ષ 2023માં મુખ્ય મામલતદાર રજા પર ગયા હતા. તે દરમિયાન મુખ્ય મામલતદારની રજાનો લાભ ઉઠાવીને નાયબ મામલતદારે અડધા દિવસમાં જ 357 દાખલા ઈસ્યુ કર્યા હતા.મુખ્ય મામલદારની ગેરહાજરીમાં અડધા દિવસમાં જ 357 દાખલા ઈસ્યુ કરવાના આરોપ લાગ્યો હતો. જે મામલે નાયબ મામલતદાર જે.જે પંડ્યાને ફરજ પરથી મોકૂફ કરી નાખવામાં આવ્યા છે. તેમજ અડધા દિવસમાં ઇસ્યુ કરેલા જાતિના દાખલાને રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો સરકારી અધિકારીઓ પોતાના પદ પર રહીને સત્તાનો દુરૂપયોગ કર્યાની ઘટનાઓ બને છે.