કાર્યવાહી@પાલનપુર: મલાણા ગ્રામ પંચાયતના 4 સભ્યો 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

 
કાર્યવાહી

ફરીયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી ઝડપાઈ ગયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મલાણા ગ્રામ પંચાયતના 4 સભ્યો લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદીના માતા જે સરપંચ હોય તેમના પર અવિશ્વાસની દરખાસ્ત થયેલ જે દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના તથા વિકાસના કામોમાં કમિશન આપવાના અવેજ પેટે જામાબેન મુકેશભાઈ મકવાણા, સભ્ય, મલાણા ગ્રામ પંચાયત, નયનાબેન રમેશભાઈ પ્રજાપતિ, સભ્ય, મલાણા ગ્રામ પંચાયત, મુકેશભાઈ ગોવાભાઈ મકવાણા, સભ્યના પતિ, રમેશભાઈ રામચંદભાઈ પ્રજાપતિ, સભ્યના પતિ, મલાણા ફરીયાદી પાસે રૂપિયા બે લાખની લાચની માંગણી કરી હતી.

જે લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોવાથી ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મુકેશભાઈ ગોવાભાઈ મકવાણા અને રમેશભાઈ રામચંદભાઈ પ્રજાપતિ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારતા હોટલ સહારા, આબુ હાઇવે, પાલનપુરમાં પકડાઇ ગયા હતા.