કાર્યવાહી@પંચમહાલ: હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં PSI રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

 
કાર્યવાહી
ગુનામાં મારઝુડ અને હેરાન નહીં કરવા માંગી હતી લાંચ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા મેહુલ ભરવાડ એસીબીના હાથે રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ફરિયાદી પાસેથી પહેલા રૂપિયા 2.50 લાખની માંગ કરી હતી અને રકઝક કરીને અંતે એક લાખ રૂપિયા નક્કી કર્યા પરંતુ પીએસઆઈ રૂપિયા લે છે અને તરત તે એસીબીના હાથે ઝડપાઈ જાય છે. ગુનામાં મારઝુડ અને હેરાન નહીં કરવા માંગી હતી લાંચ,ગોધરા એસીબીએ આ કાર્યવાહી કરી હોવાની વાત સામે આવી છે.

ફરીયાદીને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલા ગુનામાં વોન્ટેડ જાહેર કરી, આ ગુનામાં મારઝૂડ નહી કરવાના અને હેરાન નહી કરવા માટે રૂપિયા 2,50,000/-(અઢી લાખ રૂપિયા) ની લાંચની માંગણી કરેલ, ત્યારબાદ ફરીયાદીએ 1,00,000 રૂપિયાની સગવડ થઇ તેમ જણાવતા અંતે આ કામના આરોપીએ જેટલા રૂપિયાની સગવડ થઇ હોય એટલા લઇ આવવા જણાવતા, ફરીયાદીએ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકા દરમિયાન આરોપીનાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ સ્વીકારી, લાંચના છટકા દરમિયા ફરીયાદી પાસેથી રૂપિયા 1,00,000/-(એક લાખ રૂપિયા) સ્વીકારી પકડાઇ ગયા.

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે. ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.