કાર્યવાહી@પાટણ: ડીસા અગ્નિકાંડ બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું, 2 ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયા

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં લાગેલ ભીષણ આગના તણખા રાજ્યભરમાં ઉડયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણમાં તમામ ગોડાઉન અને ફેકટરીમાં તપાસનો દોર શરૂ થયો છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલ દરોડામાં કેટલાક ગોડાઉન ગેરકાયદેસર ચાલતા હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે LCBએ મામલતદારની હાજરીમાં પાડવામાં આવેલ દરોડામાં 2 ગેરકાયદે ફટાકડાના ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યા છે. બંને ગોડાઉન સીલ કરી તેના માલિકો સામે તપાસ તેજ કરવામાં આવી છે. પાટણ LCBની બાતમીના આધારે પાટણ જિલ્લા વહીવટી તંત્રને સાથે રાખીને કરવામાં તપાસની કામગીરી હાથ ધરી હતી.
LCB, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ની હાજરીમા 2 ગેરકાયદેસર ગોડાઉનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી. LCB અને જિલ્લા તંત્ર દ્વારા સંયુકતપણે હાથ ધરાયેલ દરોડામાં પાટણમાંથી રામનગર વિસ્તારના સદારામ એસ્ટેટમા આવેલ ગોડાઉન માંથી 2 ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયા . દરોડા દરમિયાન તપાસમાં સામે આવ્યું કે આ ગોડાઉનમાં કોઈપણ જાતની પરવાનગી વગર ફટાકડાઓનો મોટો જથ્થો રાખવામાં આવતો હતો. મામલતદાર તેમજ પોલીસ તપાસ બાદ જરૂર પડશે તો દંડકીય પ્રક્રિયાના ભાગરૂપે ગોડાઉનને સીઝ કરવામાં આવશે.
ચંદ્રકાન્ત ઠક્કર ઉર્ફે ચંદુ નામનો વ્યક્તિ આ બંને 2 ગેરકાયદેસર ગોડાઉનમા ફટાકડા ભરીને વેપાર કરતો હોવાનું સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય મોટા શહેરમાં ફટાકડાના ગોડાઉનોમાં તપાસનો દોર શરૂ થયો છે . અમદાવાદમાં ફટાકડાનાં ગોડાઉનોમાં તપાસ હાથ ધરાઈ હતી. અમદાવાદના વાંછ ગામમાં મોટાપાયે ફટાડકાના ધંધાનો કારોબાર ચાલે છે. વાંછ ગામ અને તેની આસપાસના સ્થાનો પર ફટાકડા બનાવવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે.