કાર્યવાહી@પાટણ: લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લોકોમાં રોષ

 
કાર્યવાહી
ગાયનું શુદ્ધ ઘી જણાવીને આ નકલી ઘી વેચવામાં આવતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા સમગ્ર પંથકમાં લોકોમાં રોષ ફેલાયો છે. આ ફેક્ટરીમાં ગાયનું શુદ્ધ ઘી બતાવી નકલી ઘી વેચવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે.આ ઘી બનાવવા માટે સોયાબીન તેલ, વનસ્પતિની મિલાવટ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું.આ ફેક્ટરીના માલીક અશ્વિન મોદી, ધ્રુમિલ મોદી, પ્રકાશ મોદી છે. હાલ પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ LCBને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નકલી ઘી બનાવતી ફેક્ટરીમાં સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરીને અલગ અલગ પ્રકારના ઘી બનાવવામાં આવતા હતા. જેમાં માવજત અને કૃષ્ણા બ્રાન્ડના નામે સમગ્ર ગુજરાતમાં ગાયનું શુદ્ધ ઘી જણાવીને આ નકલી ઘી વેચવામાં આવી રહ્યું હતું.પાટણના અશ્વિનભાઇ અંબાલાલ મોદી, ધ્રુમિલ અશ્વિનભાઈ મોદી તેમજ પ્રકાશ વ્રજલાલ મોદી નકલી ઘીની ફેક્ટરી ચલાવતા હતા. પાટણ LCB, SOG તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમો દ્વારા સેમ્પલો મેળવીને પૃથ્થકરણ માટે લઇ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષમાં પાટણ SOG અને LCB એ અનેક વાર બાતમીના આધારે સફળ રેડ કરી છે.