કાર્યવાહી@પાટણ: રથયાત્રા પૂર્વે ગેરકાયદે હથિયારો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

 
કાર્યવાહી
 6 આરોપીઓની ધરપકડ, 2 ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લામાં ગેરકાયદે હથિયારો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન પોલીસે 5 દેશી કટ્ટા, 4 જીવતા કારતૂસ તેમજ હથિયાર બનાવવા માટે વપરાતા વિવિધ સાધનો અને સામગ્રી જપ્ત કરી છે. આ કેસમાં પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો દ્વારા કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અગાઉ પણ ગેરકાયદે હથિયાર સંબંધિત ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ઉપરાંત ફરાર બંને આરોપીઓ સામે પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.