કાર્યવાહી@પાટણ: રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ, કરોડોની કિંમતનો લાલ ચંદનનો જથ્થો ઝડપાયો

 
ચંદન
ગોડાઉનમાં રક્તચંદનના 154 લાકડા મળ્યા હતા

​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

આંધ્રપ્રદેશથી ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો ગુજરાતના પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની તિરૂપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.જથ્થાનો કુલ વજન 4.5 ટન જેટલો થયો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે જ પાટણના 3 શખસની પોલીસે અટકાયત કરી છે.

 

આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી કરીને વેચવાના હતા.મળતી માહિતી અનુસાર રક્તચંદનનો જથ્થો ગુજરાતમાંથી વિદેશ મોકલવાનો હતો. આ અંગે સિદ્ધપુર DySP કે .કે .પંડ્યાએ જણાવ્યું હતું કે, સાઉથ એશિયાના દેશો કેટલાક દેશો અને ચીનમાં મેડિકલ ઉપયોગમાં લેવાતું અને દાણચોરી મારફતે ત્યાં મોકલવાના હતા. વધુ કિંમત ઉપજે એમ હોય આ લોકોનું વિદેશ મોકલવાનું આયોજન હતું.

 

ચંદનચોરીમાં પકડાયેલા આરોપીઓ

પરેશજી કાંતીજી જવાનજી ઠાકોર (ઉં.વ.28) 
હંસરાજ વીરાજી તેજાજી જોષી (ઉં.વ.37)
ઉત્તમ નંદકિશોરભાઈ પુખરાજ સોની (ઉં.વ.44) 

આંધ્રપ્રદેશના સંદુપાલી-સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાંથી લાલ ચંદનની માહિતી બોર્ડર રેન્જના આઈજી અને પાટણ એસપીને રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે ચંદન ચોરીના ઈનપૂટ આપ્યા હતા. જેના આધારે પાટણ એલસીબીએ 3 આરોપીઓને ઉઠાવી લીધા હતા અને તેમની પૂછપરછ કરી હતી. દરમિયાન તિરૂપતિની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી આવી પહોંચતાં પાટણ એલસીબીએ બાલીસણા પોલીસ સાથે મળીને શ્રેયા ગોડાઉન પર સર્ચ કર્યું હતું. જ્યાં 70 નંબરના ગોડાઉનમાં રક્તચંદનના 154 લાકડા મળ્યા હતા. આ જથ્થો શાકભાજીની આડમાં આઈસરમાં ભરીને ગુજરાતમાં લવાયો હતો.રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે ગઈકાલે અન્નામૈયા જિલ્લાના ચરમથે રામપ્રસાદ વેંકટ રાજુની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં તેની પૂછપરછમાં જથ્થો પાટણ પહોંચાડાયો હોવાની વિગત આવી હતી.

આ જથ્થો પાટણ, મહેસાણા અને ડીસાના શખસે ચારેક મહિના પહેલા આઈશરમાં શાકભાજીની આડમાં લાવીને શ્રેય ગોડાઉનમાં સંતાડ્યો હતો. ત્રણેયની અટક બાદ પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પાટણ એલસીબી અને અને બાલીસણા પોલીસને સાથે રાખી ગોડાઉન નંબર 70માં તપાસ હાથ ધરી હતી. જેમાં વિપુલ પ્રમાણમાં લાલ ચંદન લાકડાંનો જથ્થો હાથ લાગ્યો હતો. આ અંદાજિત સાડા ચાર ટન જેટલો જથ્થો છે અને કિંમત રૂ. અઢી કરોડ જેટલી ગણાઈ રહી છે. પોલીસે તપાસ કરી છે કે, આ જથ્થો ક્યાંથી આવે છે? કોનો છે? અને અત્યારે હાલ પાટણના બે અને ડીસાના એક શખસ એમ ત્રણ જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ કરવામાં આવી છે.જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘુસાડાયું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું હતું.