કાર્યવાહી@પાટણ: સિદ્ધપુરમાં નકલી નોટો છાપવાનું કૌંભાડ ઝડપાયું, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સિદ્ધપુરમાંથી LCBએ નકલી નોટો છાપવાનું નેટવર્ક ઝડપાયું છે અને 500,100, 20 સહિતના દરની નકલી નોટો ઝડપાઈ છે. નકલી નોટ ફરતી થતા ક્રાઈમ બ્રાન્ચે ગોઠવી હતી વોચ અને પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે, અલમોમિન પાર્કમાં ઘરેથી ઝડપ્યું નકલી નોટોનું રેકેટ અને એક આરોપીની પોલીસે કરી અટકાયત કરી છે. પ્રિન્ટર, સ્કેનર, પાવડર, કાગળ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપી મહંમદ યાસીન સૈયદની પોલીસે ધરપકડ કરી છે. આ નોટો મેળામાં ફરતી કરવામાં આવી હતી અને પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. ઘરમાંથી મુદ્દામાલ પણ મળી આવ્યો હતો અને આરોપી પણ ઝડપાયો હતો. છેલ્લા કેટલા સમયથી આ નેટવર્ક ચલાવવામાં આવતું હતુ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. રૂપિયા 5.78 લાખથી વધુની કિંમતની નકલી ચલણી નોટો જપ્ત કરી છે, નકલી નોટો છાપવા માટે પાવડર, કાગળ, પ્રિન્ટર, સ્કેનર, સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ નકલી નોટો અત્યાર સુધી કોને આપવામાં આવતી હતી તે દિશામાં તપાસ કરાઈ રહી છે, કાત્યોકના મેળામાં નકલી ચલણી નોટો ફરતી થતા ક્રાઈમ બ્રાન્ચે ગોઠવી હતી વોચ અને સિદ્ધપુરના અલમોમિન પાર્ક ખાતેથી મોહમમદ યાસીન સૈયદના ઘરેથી ઝડપ્યું નકલી નોટોનું રેકેટ.

