કાર્યવાહી@રાજકોટ: કોંગ્રેસ ઉમેદવાર સહિત 20 લોકોની પોલીસે કરી અટકાયત, જાણો સમગ્ર મામલો

 
કાર્યવાહી

ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં ચાલુ મતદાન પ્રક્રિયા દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. રાજકોટના વોર્ડ નંબર 15માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની 100 મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી.

આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય 20 જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.