કાર્યવાહી@રાજપીપળા: મંદિરમાં મહારાજના રૂમમાંથી વાઘના અવશેષો મળતા વન વિભાગમા દોડધામ

 
કાર્યવાહી

40થી વધુ વાઘના ચામડા અને 133 નખ મળ્ચા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજપીપળા નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળી આવ્યા છે. આ મામલે મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ કરી હતી. તપાસ માં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે.ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા તેને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે.

આ મામલે મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી.ત્યાર બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હતાં. ફોરેસ્ટ વિભાગે તેને વધુ તપાસ માટે FSLમાં મોકલ્યા હતાં.ફોરેસ્ટ વિભાગે ફોરેસ્ટ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વાઘનું આ ચામડું 35 વર્ષથી આ જગ્યા પર હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું. આ મંદિરમાં રહેતા મહારાજનું ગત સાતમી જુલાઈના રોજ અવસાન થયું હતું. વાઘના આ ચામડા અને નખ મંદિરના મહારાજ જ્યાં રહેતા હતાં એ રૂમમાંથી જ મળી આવ્યા છે. વન વિભાગે મંદિરના મહારાજના સંપર્કમાં કોણ હતું તેની તપાસ હાથ ધરી છે. તપાસમાં મોટા માથા નિકળે તેવી આશંકા સેવાઈ રહી છે.