કાર્યવાહી@સાબરકાંઠા: તાલુકા પંચાયત કચેરીનો કર્મચારી 31 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો

 
કાર્યવાહી

જાગૃત નાગરિકે લાંચ માટે નાણા ન આપવા માગતા હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠાના પોશીનામાં વિકાસના નામે વહિવટ કરતો તાલુકા પંચાયત કચેરીનો લાંચિયો કર્મચારી ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો છે. આ લાંચિયો અધિકારીએ સરકારની વિવિધ વિકાસના કામોની ડીપોઝીટમાં વહિવટ કરવા બાબાતે લાંચ માગતા ACBએ ઝડપી પાડ્યો છે. પોશીનામાં વિકાસના નામે અધિક મદદનીશ ઇજનેરના કીર્તિકુમાર અને ટેકનિકલ આસિસ્ટન્ટ જીગર પટેલ ACBના છટકામાં ભેરવાયા છે.

આ લાંચિયો અધિકારી 2017 થી 2021 સુધીમાં પોશીના વિસ્તારમાં સરકારની વિવિઘ વિકાસના કામો કરેલ જે કામોની ડીપોઝીટ 2,50.000જમા હતી જે નાણા પરત મેળવવા સારુ આ કામના ફરિયાદીએ આ કામ કરનારા આરોપીને મળી રજુઆત કરતા આ કામના આરોપીએ ફરિયાદીના કાયદેસર કામ કરી આપવાની અવેજ પેટે 2,50,000 ડીપોઝીટના નાણા પરત આપવા રૂપિયા 31,000ની ગેરકાયદેસર રીતે લાંચની માગણી કરી હતી.સમગ્ર મામલે જાગૃત નાગરિકે લાંચ માટે નાણા ન આપવા માગતા હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરીયાદીએ બનાસકાંઠા ACBનો સંપર્ક કરીને ફરીયાદ નોંધાવ્યા બાદ ACBએ ફરિયાદના આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બન્ને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.