કાર્યવાહી@સુરત: ઉધનામાં 1550 કરોડના સાયબર ક્રાઇમમાં વધુ 13 આરોપીની ધરપકડ

 
ક્રાઇમ
સાઇબર ફ્રોડ કેસમાં 55 બેન્ક અકાઉન્ટનો ઉપયોગ થયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાય મહિનામાં જ સુરત પોલીસે મસમોટા સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે. તેવામાં સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર ક્રાઇમમાં વધુ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપી પોલીસનાં સંકજામાં આવી ગયા છે.અગાઉ આ કેસમાં 4 મુખ્ય આરોપી ઝડપાયા હતાત્યારબાદ 8 RBL બેંકમાં કર્મચારી ઝડપાયા હતા. હવે આ કેસમાં 11 એકાઉન્ટ હોલ્ડર અને 2 બોગસ દુકાન ઉભી કરનારા ઝડપાયા છે.

સાઇબર ફ્રોડ કેસમાં 55 બેન્ક અકાઉન્ટનો ઉપયોગ થયો હતો. તમામ લોકોની તપાસ કરતા મોટાભાગના લોકો પાસેથી છેતરપિંડીથી ડોક્યુમેન્ટ લઈ ખાતા ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી લોકોને લોન અપાવવાના બહાને તેમના ડોક્યુમેન્ટ લઈ બેન્ક ખાતા ખોલાવતા હતા, તો બીજી તરફ 11 લોકો એવા હતા કે જેને 50 હજાર રૂપિયાથી લઈ 2,00,000 કમિશન લઈ પોતાના ખાતા ઉધાર આપ્યા હતા. અન્ય 2 લોકો ખોટા GST નંબર અને પોતાની ઓફિસ પર ખોટા બેનરો લગાવી બેન્ક વિઝીટ એપ્રુવલ કરતા હતા. આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.