કાર્યવાહી@સુરત: DGVCLના 2 કર્મચારીઓ 70,000ની લાંચ લેતા ઝડપાયા

 
કાર્યવાહી
કોમર્શિયલ વીજ કનેક્શન મંજૂર કરવા બદલ લાંચ માંગી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

DGVCLના બે કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. લાંચિયા કર્મીએ કોમર્શિયલ વીજ કનેક્શન માટે 70 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી આપવા ન હોવાથી ACBનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે ગોઠવાયેલ ટ્રેપમાં બે કર્મચારીને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે. સુરતમાં DGVCLના બે કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા મળતી માહિતી મુજબ, સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા છે. આ કર્મચારીઓએ કોમર્શિયલ વીજ કનેક્શન મંજૂર કરવા બદલ ફરિયાદી પાસેથી રૂપિયા 70 હજારની લાંચ માંગી હતી.

ACBએ ગોઠવેલી ટ્રેપમાં સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલીયા લાંચની રકમ સ્વીકારતા ઝડપાયા હતા. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ACB વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે