કાર્યવાહી@સુરત: APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ, 4 આરોપીઓની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે ઝારખંડના જામતારા અને દેવઘરથી લઈને બિહારના પટના સુધી 2,456 કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડી, પટનાની એક હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.ડેવલપર પાસેથી માત્ર રૂ.8000માં ખરીદેલી એક ખતરનાક APK ફાઇલ જામતારાની ઠગ ગેંગોને રૂ.10,000થી લઈને રૂ.70,000 સુધીમાં વેચવામાં આવતી હતી. શાતીર ચાંદે અત્યાર સુધીમાં આવી 1,248થી વધુ APK ફાઇલો ખરીદીને અલગ-અલગ ગેંગોને સપ્લાય કરી હતી. બેંક, RTO ચલણ, સરકારી યોજના કે હોસ્પિટલના નામે બનેલી 336 જેટલી બોગસ ફાઇલો વોટ્સએપ મારફતે વાઈરલ કરવામાં આવી હતી.
આ સાયબર ઠગો પંજાબ નેશનલ બેંકની અસલ એપ્લિકેશન જેવી જ દેખાતી બનાવટી “PNB One.APK” ફાઇલ બનાવી વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. ભોગ બનનાર વ્યક્તિ આ APK ફાઇલ ઇન્સ્ટોલ કરે એટલે આરોપીઓ તેના ફોનનો પૂર્ણ એકસેસ મેળવી, ફોન હેક કરી લેતા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી મ્યુલ એકાઉન્ટ્સ અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પોતાના ખાતાઓમાં જમા કરાવી લેતા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી ચાંદ દ્વારા 336 જેટલી બોગસ APK ફાઇલો બનાવવામાં આવી હતી, જે દેશભરમાં 31,174થી વધુ મોબાઇલ ઉપકરણોમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી હતી. આ ગેંગે 5,613 જેટલાં લોકોના ફોન હેક કરીને અંદાજે રૂ.125.39 કરોડથી પણ વધુ રકમની દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.જાહેર જનતા માટે સાયબર સુરક્ષા ચેતવણી છે કે, વોટ્સએપ, SMS કે અજાણી લિંક પરથી આવતી કોઈ પણ APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં. લ

