કાર્યવાહી@સુરત: એરપોર્ટ પરથી પકડાયું 4.72 કરોડનું સોનું, 2ની ધરપકડ

 
એરપોર્ટ

ફલાઇટમાં 4.72 કરોડની કિંમતનું સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોનાનું સ્મગલિંગ ઝડપ્યું છે,શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સ્મગલિંગ કરવામાં આવતું હતુ ડીઆરઆઈની ટીમે 6 કિલો સોના સાથે બે વ્યકિતની કરી ધરપકડ, વિપુલ પાલડિયા અને અભય કુમારની ધરપકડ કરવામાં આવી હતી જેને લઈ મોટા ખુલાસા થયા છે.બેલ્ટમાં પેસ્ટ ફોર્મમાં સોનું છુપાવીને લાવ્યા હતા.સુરત એરપોર્ટ પર અનેક વખત ડીઆરઆઈએ સોનુ ઝડપ્યું છે. ત્યારે ફરી એક વાર ગેરકાયદેસર સોનાને લઈ પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ફલાઇટમાં 4.72 કરોડની કિંમતનું સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતુ.ચડ્ડિમાં પેસ્ટ ફોમમાં બેલ્ટની અંદર સોનુ લાવાવમાં આવ્યુ હતુ.આરોપીઓ સોનુ કોને આપવાના હતા તેને લઈ હજી કોઈ માહિતી સામે આવી હતી,હાલમાં તો તપાસ ચાલી રહી છે, ત્યારે સોનાનો ભાવ વધ્યો હોવાથી ફરી સોનાની દાણચોરી વધી છે. વિપુલ શેલડીયા અને અભયકુમારે ચડ્ડીની અંદર કરોડો રૂપિયાની આ સોનું સંતાડ્યું હતું અને તેને બેલ્ટથી બાંધી દીધું હતું. ડીઆરઆઇના અધિકારીઓએ વિપુલ શેલડીયા અને અભયકુમારની પુછપરછ કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપ્યા છે. આ સોનું કોણે મોકલ્યું હતું અને સુરતમાં કોને આપવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.