કાર્યવાહી@સુરત: કિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

 
Karyvahi
ધરપકડ બાદ બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત જિલ્લામાં કિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI પી.એચ. જાડેજાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. આ કેસમાં એક વકીલની પણ ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં ગંભીર કલમો ન ઉમેરવા માટે PI દ્વારા કુલ 3 લાખની લાંચની માંગ કરવામાં આવી હતી.જેમાં વકીલ મધ્યસ્થ તરીકે કામ કરી રહ્યો હોવાનો આરોપ છે.

આ બાબતે પીડિત વ્યક્તિએ અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો, જેના આધારે ACBની ટીમે છટકુ ગોઠવી કાર્યવાહી કરી.ACBની ટીમે યોજના મુજબ લાંચની રકમ આપતી વખતે PI અને વકીલને પકડી પાડ્યા હતા. ધરપકડ બાદ બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના ફરી એકવાર પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહીનો સંદેશ આપે છે. હાલ ACB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.