કાર્યવાહી@સુરત: સીટીલાઈટમાં વેબસાઈટ હેક કરી તત્કાલ ટીકીટ બનાવવાના કૌભાંડનો પદાફાર્શ

 
કુંભાન્ડ

બાતમીના આધારે સીટીલાઈટ મેધ સમરન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-6-બીમાં દરોડો પાડ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ રેલવેની વીજીલન્સ ટીમે સીટીલાઈટ મેઘ સમરન એપાર્ટમેન્ટના એર ફલેટમાં દરોડા પાડી રેલવેની તત્કાલ ટિકિટ બનાવવાના કૌભાંડનો પદાફાર્શ થયો છે. ટીકીટ કાળાબજારીએ રેલવેની સાઈડ હેક કરી ટીકીટ કાઢી ગ્રાહકો પાસેથી ઉંચુ કમિશન લેતા હતા. વીજીલન્સના અધિકારીએ બંને સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

રેલવે તંત્રમાં મુંબઈ ડીવીઝનમાં વીજીલન્સમાં ફરજ બજાવતા સંજયકુમાર સુધીર શર્માએ બાતમીના આધારે સીટીલાઈટ મેધ સમરન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-6-બીમાં દરોડો પાડ્યો હતો.જેમાં તપાસમાં ફ્લેટમાં રહેતા રાજેશ ગિરધરી મિત્તલ દ્વારા લેપટોપ ઉપર આઈઆરસીટીસી દ્વારા અનઅધિકૂત અને ગેરકાયેદ સોફ્ટવેર ગદર અને નેક્સુઝ મેળવી અલગ અલગ ફેક આઈડી પાસવર્ડ મારફતે આઈઆરસીટીસીની સાઈડ હેક કરી તમામ વેરીફિકેશન અને સિક્યોરીટી પ્રોસેસ બાયપાસ કરી તેના સાગરીત કુપા દિનેશ પટેલની મદદથી ઈ-ટિકીટ બનાવતો હતો. અને આ ટીકીટ તેના ગ્રાહકોને આપી તેમની પાસેથી ઊંચું કમિશન લેતો હતો.વીજીલન્સના સંજયકુમારે તત્કાલ ટીકીટના કૌભાંડનો પદાફાર્શ કર્યા બાદ ગતરોજ બંને સામે ફરિયાદ નોદ્વધાવતા ઉમરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.