કાર્યવાહી@સુરત: બસ ડ્રાઇવરો અને કંડકટરોનું ટિકિટ કૌંભાડ, મુસાફરોના ટિકિટના પૈસા કરાતા હતા ચાઉ

 
કૌભાંડ

મુસાફરોને નકલી ટિકિટ આપીને રૂપિયા કંડકટર પોતાના ખિસ્સામાં નાખતો

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મનપા સંચાલિત સિટી અને BRTS બસમાં કૌભાંડ સામે આવ્યું છે. ટિકિટના પૈસા કંડકટરો પોતાના ખિસ્સામાં નાખતો હોવાની વાત સામે આવી છે તો મુસાફરોને સત્તાવાર ટિકિટ ન આપી બોગસ ટિકિટ આપતા હતા તો સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ખુલાસો કર્યો છે.સુરતના પાંડેસરામાંથી આખી બસ ટિકિટ વગર ઝડપાઇ છે. જેમાં સિટી બસમાં સવારી કરતા મુસાફરોને નકલી ટિકિટ આપીને રૂપિયા કંડકટર પોતાના ખિસ્સામાં નાખતો હતો તો ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

બસના કન્ડેકટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે અને બસનુ મેનેજમેન્ટ કરતી એજેન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે. ચેકીંગની ખબર પડતા એજેન્સીના મુખ્ય મેનેજરે ચેકીંગની માહિતી સોશિયલ મીડિયા પર લીક કરી દીધી. આ સમગ્ર ઘટનામાં બસના ચેરમેને અન્ય રૂટ પર પણ ચેકિંગ હાથધર્યુ હતુ જેમાં 60 મુસાફરો ટિકિટ વગર મળી આવ્યા હતા. તો બસના કંડકટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. વિપક્ષે પણ આ મામલે અગાઉ તંત્રને જાણ કરી હતી પરંતુ તંત્રએ વિપક્ષની વાત મન પર લીધી હતી નહી અને આખરે તંત્ર જાગ્યું તો ખબર પડી કે આ તો મસમોટું કૌંભાડ છે. ત્યારે અન્ય આખા સુરતમાં દરેક જગ્યાએ ચેકિંગ કરવું જરૂરી છે. જો ચેકિંગ કરવામાં આવશે તો હજી પણ કૌંભાંડ સામે આવી શકે છે.

સુરતની જાહેર પરિવહન સુવિધા આધુનિક અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બની રહી છે. નોંધનીય છે કે, સુરતમાં 2014માં BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) અને 2016માં સિટી બસ સેવા શરૂ થઈ હતી. જે આજે 58 રૂટો અને 875 બસો થકી યાત્રીઓને ઉત્તમ પરિવહન સુવિધા પ્રદાન કરે છે. રેલવે સ્ટેશન ટર્મિનલથી સિટી લિંક બસ સેવા વહેલી સવારે 4:00 વાગ્યાથી રાત્રિના 12:00 વાગ્યા સુધી સતત કાર્યરત રહે છે. જ્યાંથી કુલ 26 રૂટો પર 353 બસો દોડવા સાથે દરરોજ 4500 ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.