કાર્યવાહી@સુરેન્દ્રનગર: ખાણ ખનિજ વિભાગનો ક્લાર્ક લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, જાણો વિગતે
એસીબીએ ઓફિસની અંદર જ રંગે હાથ ઝડપી લઇ અને ધરપકડ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગરનું ખાણ ખનીજ ખાતું એટલે ભ્રષ્ટાચારનું મોટામાં મોટું કેન્દ્ર ગણવામાં આવે છે ત્યારે જાંબાજ અધિકારીની જ્યારે બદલી કરવામાં આવી અને મોરબીથી અધિકારીને ચાર સોંપવામાં આવ્યો ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી હતી કે બસ હવે ખાણ ખનીજ માફીઆઓ બેફામ બનશે અને ખાણ ખનીજ માંથી બેફામ રીતે કોલસો અને ખનીજ ચોરી કરશે અને સરકારી અધિકારીઓ દ્વારા વહીવટ પણ કરવામાં આવશે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ફરી ખાણ માફિયાઓ બેફામ બનતા અને વહીવટીયા અધિકારીઓ સાથે મિલ બાટકે ખાવ જેવો ઘાટ સર્જાતા આજે સુરેન્દ્રનગર શહેરના ખાણ ખનીજ ઓફિસમાં એસીબીની રેડ કરવામાં આવી છે અને એસીબીએ આવા વહીવટી અધિકારીની ધરપકડ પણ કરી છે ત્યારે હાલમાં તેમની ઓફિસે લઈ જઈ અને તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે ખાણ ખનીજ વિભાગના કલાક ખાણ ખનીજની કામગીરી અંગે અને ખાણ ખનીજ ખાતામાંથી તેને લાંચ માંગવામાં આવી હતી અને આ અંગેની વોચ ગોઠવી અને એસીબી કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક રંગે હાથ ઝડપાઈ ગયા હોવાનું હાલમાં સામે આવ્યું છે.