કાર્યવાહી@સુરેન્દ્રનગર: લાકડાની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ, 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત
Dec 20, 2025, 20:44 IST
રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતા 15 ટ્રકો જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતા 15 ટ્રકોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ટ્રકોમાં ભરેલા લીલા લાકડાં માટે કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી લેવામાં આવી નહોતી.
જપ્ત કરાયેલા આ લાકડાની અંદાજિત કિંમત લગભગ 2.40 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કલેકટરએચ.ટી. મકવાણાએ જણાવ્યું કે વાહન માલિકો તથા ડ્રાઈવરો સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ, 1951 હેઠળ નિયમો મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ ટ્રકો અને મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધારવામાં આવી છે.

