કાર્યવાહી@સુરેન્દ્રનગર: ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે સફેદ માટીના ખનન પર દરોડો, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લા ખાણખનીજ વિભાગે મુળી તાલુકામાં ગેરકાયદેસર સફેદ માટીના ખનન પર દરોડો પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં મશીનો અને ડમ્પરો સહિત કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ડમ્પર માલિક લાલાભાઈ મોરી તેમજ ઈશ્ર્વરભાઈ ગાંગડ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ગુપ્ત બાતમીના આધારે ખાણખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગેરકાયદે ખનન કરતી મશીનો, ડમ્પરો અને સફેદ માટીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ડમ્પર માલિક લાલાભાઈ મોરી અને ઈશ્વરભાઈ ગાંગડ સામે ખાણખનીજ વિભાગે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે, જેમાં દંડ અને અન્ય કાનૂની પગલાંનો સમાવેશ થાય છે.આ કાર્યવાહી ખાણખનીજ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગેરકાયદે ખનન માટે વપરાતી મશીનરી અને વાહનોને સીઝ કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગની કચેરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ તાજેતરની કાર્યવાહીથી મુળી તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા ભૂમાફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે.