કાર્યવાહી@સુરેન્દ્રનગર: પોલીસ કોન્સ્ટેબલ ખોટા કેસ ન કરવા બદલ એક લાખની લાંચ માંગતા ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
માળીયા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ખોટા કેસ ન કરવા અને હેરાન ન કરવા બદલ રૂપિયા એક લાખની લાંચ માંગતા એસીબીના હાથે ઝડપાયો હતો.માળિયા મીયાણા પોલીસ મથકમાં આરોપી સામે ખોટા કેસ ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે પોલીસ કોન્સ્ટેબલે જ 1 લાખની લાંચની માગણી કરી હતી. તે રકમ તેના સાથીને આપી દેવા જણાવ્યું હતું પરંતુ ફરિયાદી તે આપવા ન માગતા હોય, એસીબીનો સંપર્ક કર્યો હતો અને એક લાખની રોકડ સાથે વચેટિયાને ઝડપી લીધો હતો અને બાદમાં બન્ને સામે એસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી.
માળિયા મીયાણા પોલીસ મથકના વર્ગ _3ના કોન્સ્ટેબલ રાયમલભાઇ નાનજીભાઇ સીયાળએ એક વ્યક્તિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી દીધી હતી અને ખોટા કેસ ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે કોન્સ્ટેબલે 1 લાખની માગણી કરી હતી અને તે તેમના સાથી ગુલામરસુલ હૈદરભાઇ જામને આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા ન માગતા હોઇ સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું અને આ લાંચની રકમની લેવડદેવડ ભીમસર ચોકડી પાસે કરવાનું નક્કી કર્યા બાદ ત્યાં પહોંચ્યા હતા અને ફરિયાદીને રકમ આપતા અને રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.