કાર્યવાહી@સુરેન્દ્રનગર: નકલી કોલ સેન્ટર પર પોલીસના દરોડા, 6.67 લાખના મુદ્દામાલ સાથે બે મહિલા-બે પુરૂષો ઝડપાયા

 
દરોડા

આ કોલ સેન્ટર સુરેન્દ્રનગરના હીરાપુરમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહ્યું હતુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યમાં ગુનાખોરીની પ્રવૃત્તિ દિવસે દિવસે વધી રહી છે, સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે એક મોટી રેડ કરીને ફરી એકવાર ગેયકાયદેસર ચાલતુ કોલ સેન્ટર ઝડપી પાડ્યુ છે. પોલીસે દરોડા પાડતાં જ સ્થળ પરથી બે મહિલાઓ અને બે પુરુષોને ઝડપી પાડ્યા, આ દરમિયાન તેમની સાથે લાખોના મુદ્દામાલને પણ જપ્ત કરવામાં આવ્યો છે.આ સમગ્ર કોલ સેન્ટર સુરેન્દ્રનગરનાા હીરાપુરમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહ્યું હતુ. હાલમાં ગુનો નોંધી ધ્રાંગધ્રા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં આ ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલી રહ્યું હતુ,પોલીસને બાતમી મળતાં જ ધ્રાંગધ્રા પોલીસે આ ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા, આ દરમિયાન સ્થળ પરથી બે મહિલા અને બે પુરુષોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી પોલીસે 3 લેપટોપ, 1 કોમ્પ્યુટર, 3 આઇફોન, 1 એન્ડ્રોઇડ મોબાઇલ અને એક કાર સહિત કુલ 6.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલામાં ધ્રાંગધ્રા પોલીસે કુલ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેમાં બે મહિલા અને બે પુરુષ સાથે અન્ય એક ફરાર આરોપી સામેલ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.