કાર્યવાહી@સુરેન્દ્રનગર: પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 2.75 કરોડનો સોનાનો જથ્થો ઝડપાયો

 
કાર્યવાહી

તેની પાસે કોઈ માન્ય બિલ કે આધાર પુરાવા પણ નહતા, તેથી પોલીસ દ્વારા સોનીને ઝડપી લેવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં બિલ વગરનો સોનાનો મોટો જથ્થો પકડાયો છે. ચોટીલા નજીકથી પોલીસ ચેકિંગ દરમિયાન આ મોટો સોનાનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ સોનાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચોટીલા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન રાજકોટના એક સોનીને બસમાંથી સોનાના ઘરેણાંના 7 બોક્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આશરે 2.75 કરોડ રૂપિયાની કિંમતનો સોનાનો જથ્થો જપ્ત કર્યો છે.પોલીસે સોનીની પુછપરછ કરી હતી અને તેમાં સોની આ સોનાના ઘરેણાં ક્યાંથી લાવ્યો છે, તેની કોઈ યોગ્ય માહિતી આપી શક્યો નહતો, તેની પાસે કોઈ માન્ય બિલ કે આધાર પુરાવા પણ નહતા, તેથી પોલીસ દ્વારા સોનીને ઝડપી લેવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.