કાર્યવાહી@તાપી: DySP રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા, જાણો સમગ્ર મામલો

 
Dysp
એટ્રોસિટીના કેસમાં એરેસ્ટ નહીં કરવા બદલ લાંચ માગી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તાપી જિલ્લાના વ્યારામાં ડીવાયએસપી નિકિતા શિરોયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. મળતી માહિતી મુજબ, વ્યારાના DySP નિકિતા શિરોયા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ACBના છંટકામાં સપડાયા છે. એટ્રોસિટીના કેસમાં એરેસ્ટ નહીં કરવા બદલ ફરિયાદી પાસે લાંચ માગી હતી. ACBએ બાતમીના આધારે છંટકું ગોઠવતા વ્યારાના DySP નિકિતા શિરોયા સાથે હેડ કોન્સ્ટેબલ પણ લાંચ લેતા ઝડપાયા છે.

કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી અને તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો સહિત કુલ-8 શખ્સો વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયેલો છે. તેની તપાસ વ્યારાના DySP અને હેડ કોન્સ્ટેબલ કરી રહ્યા હતા. આ ગુનામાં ફરીયાદીના મિત્રો અને કૂટુંબીજનોને એરેસ્ટ નહી કરવાના બદલામાં અને હેરાનગતી નહી કરવાના બદલામાં રાના DySP નિકિતા શિરોયા સાથે હેડ કોન્સ્ટેબલે એકબીજાના મેળાપીપણામાં ફરીયાદી પાસે રૂ,4,00,000 ની લાંચની માંગણી કરી હતી પરંતુ રકઝકના અંતે રૂ.1,50,000/- આપવાનુ નક્કી થયું હતુ. ફરીયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા ACBએ છટકુ ગોઠવવામાં આવ્યું હતું, અને છટકા દરમિયાન એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈને લાંચના નાણા લેવા આવેલા વ્યારાના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યા છે.