કાર્યવાહી@તાપી: મનરેગા વિભાગનો કર્મચારી 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

 
કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મનેરગામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો કરાર આધારિત કર્મચારી ફતેસિંગભાઈ શાંતુભાઈ ચૌધરીને ACBએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે. તાપીના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. મનેરગામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે કરાર આધારિત ફરજ બજાવતો કર્મી ફતેસિંગ શાંતુ ચૌધરી રૂ.3500ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ACBએ ડોલવણના એક શોપિંગ સેન્ટર નજીક ટ્રેપ ગોઠવી હતી. ACBની ટ્રેપમાં મનેરગામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ ફતેસિંગ ચૌધરી રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો છે. લાંચિયા કર્મચારીએ લાભાર્થીઓને કૂવો બનાવવા માટે આ કામના આક્ષેપિતે સ્થળ ચકાસણી કરી અને એસ્ટીમેન્ટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી હતી, તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા માટે લાંચિયા અધિકારીએ ફરિયાદી પાસે લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ ન આપવા માંગતો હોવાથી ACBને જાણ કરતા લાંચિયા અધિકારીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.