કાર્યવાહી@થરાદ: ભારતમાલા હાઈવે પરથી લાખોની કિંમતના ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ
May 14, 2026, 13:03 IST
17.73 ગ્રામ 'એમ્ફેટામાઇન' નામનું કિંમતી ડ્રગ્સ મળી આવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતમાલા હાઈવે પર આવેલા વાંતડાઉ ચેકપોસ્ટ નજીકથી પોલીસે લાખોની કિંમતના ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડી નશાના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. થરાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંતડાઉ ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક સફેદ કલરની કાર (RJ-37-UA-7186) ને અટકાવી તપાસ કરતા તેમાંથી નશાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં કારમાંથી 17.73 ગ્રામ 'એમ્ફેટામાઇન' નામનું કિંમતી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૩.૯૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

