કાર્યવાહી@વડોદરા: ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ACBએ 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતનાં વડોદરા શહેરમાંથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ACBએ લાંચ લેતા ઝડપ્યા હતા. આ દરમિયાન સિનીયર કલાર્ક યુવરાજસિંહ ગોહિલ અને IT કર્મચારી કિરણ પરમારે રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે રૂ.2 લાખની લાંચ માંગી હતી. વડોદરા ખાણ ખનીજ વિભાગમાંથી તાજેતરમાં બદલી થઈને આણંદની કચેરીમાં હાજર થયેલા ક્લાર્ક યુવરાજસિંહને ગઈ રાત્રે ACBએ રૂપિયા 2 લાખની લાંચ લેતા વડોદરા ખાતે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તેની સાથે અન્ય એક શખ્સ પણ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. રેતીનો સ્ટોક કરવા માટે લાંચની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં અન્યની પણ સંડોવણી બહાર આવી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ACBના PIએ ટ્રેપ કર્યા બાદ તેની વધુ તપાસ વડોદરા ACBના PIને સોંપવામાં આવી છે. સિનીયર કલાર્ક યુવરાજસિંહ ગોહિલ અને IT કર્મચારી કિરણ પરમારે રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે રૂ.2 લાખની લાંચ માંગી હતી. વડોદરામાં અટલાદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ કામના આરોપી યુવરાજ સિંહ ગોહિલ ફરીયાદીને લાંચની રકમ લઇ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવ્યા હતા. જ્યાં આરોપી યુવરાજ સિંહ ગોહિલે ફરિયાદી પાસેથી રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારતા પકડાઇ ગયા હતા.