કાર્યવાહી@વડોદરા: મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

 
કાર્યવાહી

ટીમે કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ સ્વીકારતાજ ઝડપી પાડ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઈધરા ડેસર મામલત્તદાર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ તથા મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા માટે ડેસર મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને ACBએ રૂપિયા 6 હજારના લાંચ લેત રંગેહાથ ઝડપી પાડ્યો હતો. અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.સાવલી તાલુકાના ડેસર મામલતદાર કચેરીમાં આવેલા ઇધરા કેન્દ્રમાં પ્રથમપુરા ગામનો રાજેન્દ્રસિંહ પરમાર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે.

ડેસર મામલતદાર કચેરીમાં આવેલા ઇધરા કેન્દ્રમાં એક અરજદારે વેચાણ દસ્તાવેજની-મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરાવવા માટે અરજી કરી, પરંતુ આ ઈ-ધરામાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ પરમારે અરજદાર પાસે કાંચી નોંધને પાકી નોંધમાં ફેરવવા માટે કામગીરીના રૂપિયા 6,000 ની માંગણી કરી હતી. પરંતુ અરજદારે 13 જાન્યુઆરીના રોજ આ રકમ આપવા માટે સંમતિ દર્શાવી હતી.તેઓ રૂપિયા 6 હજારની રકમ આપવા માંગતા નહીં હોવાથી અરજદારે વડોદરા ગ્રામ્ય ACBન સંપર્ક કર્યો હતો. જેથી ડેસર મામલતદાર કચેરીમાં 13 જાન્યુઆરીના રોજ રૂપિયા આપવા માટે અરજદારે ખાતરી આપી હોવાથી કર્યો હોય ACBની ટીમે પણ તે વખતેજ છટકુ ગોઠવ્યું હતું.

કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ પરમારે રકમ મેળવવા અરજદારને પૂર નિયંત્રણની ઓફિસમાં બોલાવ્યા અને લાંચ પેટેના રૂપિયા 6,000ની રકમ સ્વીકારતાજ ACBની એન્ટ્રી પડી હતી. ટીમે કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ સ્વીકારતાજ ઝડપી પાડ્યો હતો. ACBની ટીમે લાંચ લેનાર કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.