કાર્યવાહી@વડોદરા: મહાનગર પાલિકાનો નાયબ કાર્યપાલક ઈજનેર દોઢ લાખની લાંચ લેતા ઝડપાયો

 
કાર્યવાહી
ફરિયાદીએ દોઢ લાખ આપ્યા છતાં ટેન્ડર મંજૂર થયું નહોતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા મહાનગર પાલિકાનો નાયબ કાર્યપાલક ઈજનેર કૌશિક પરમાર દોઢ લાખની લાંચ લેતા ઝડપાયો છે. પાલિકાના ટેન્ડર પાસ કરાવવા માટે લાંચ માગી હતી. ફરિયાદીએ 60 લાખના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભર્યું હતું. ટેન્ડર પાસ થતાં પાંચ ટકા લેખે ત્રણ લાખની લાંચ માગી હતી. વડોદરામાં મહાનગર પાલિકાનો નાયબ કાર્યપાલક ઈજનેર કૌશિક પરમારે પાલિકાના ટેન્ડર પાસ કરવાના નામે લાંચ માંગી હતી. ફરિયાદીએ 60 લાખના કોન્ટ્રાક્ટનું ટેન્ડર ભર્યું હતું. આ ટેન્ડર પાસ કરાવવા માટે પાંચ ટકા લેખે ત્રણ લાખની માગ કરી હતી.

ફરિયાદી તેને લાંચ આપવા નહીં માંગતા હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એસીબીએ તેને પકડવા છટકુ ગોઠવ્યું હતું. આ છટકામાં અધિકારી દોઢ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો હતો.ફરિયાદીએ દોઢ લાખ આપ્યા છતાં ટેન્ડર મંજૂર થયું નહોતું. જેથી બીજા દોઢ લાખ આપતાં તે રંગેહાથ ઝડપાયો હતો. લાંચિયો અધિકારી કૌશિક પરમાર પહેલા કાર્યપાલક ઈજનેર તરીકે ચાર્જમાં હતો. હાલમાં ઓન પ્રોબેશન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વિભાગનો કાર્યપાલક ઇજનેર બન્યો છે.  મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સાથે અન્ય અધિકારીઓની જેમ કૌશિક પરમાર પણ જોડાયો હતો. કૌશિક પરમારની ધરપકડ થતાં મહાનગર પાલિકામાં સોંપો પડી ગયો હતો.