કાર્યવાહી@વડોદરા: ACBની ટ્રેપમાં બે આચાર્ય સહિત પાંચ લોકો લાંચ લેતા પકડાયા
Jul 2, 2025, 19:56 IST

ઓડિટમાં ક્વેરી ન કાઢવા ઓડિટરને લાંચ ઓફર કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવામાં લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય છે. વડોદરામાં 2 આચાર્ય સહિત પાંચ લોકો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હોવાના સમાચાર સામે આવી રહી રહ્યા છે. વડોદરાના ડભોઇની વસઈ પ્રા.શાળાનાં આચાર્ય લાંચ લેતાં ઝડપાયા છે વડોદરાના ડભોઇ સહકારી શરાફી મંડળીમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી.
જેમાં ડભોઇની વસઈ પ્રા.શાળાનાં આચાર્ય લાંચ લેતાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. ઓડિટમાં ક્વેરી ન કાઢવા ઓડિટરને લાંચ ઓફર કરી હતી. આચાર્યએ અન્ય ગ્રુપ આચાર્યો પાસે બે-બે હજાર માંગ્યા હોવાનું સામે આવ્યું છે. લાંચ ન આપવા માંગતા ગ્રુપ આચાર્યએ ACBમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીના ફરિયાદ આધારે ACBએ છટકું ગોડવ્યું હતું જેમાં બે આચાર્ય, બે નિવૃત્ત શિક્ષકો અને એક મહિલા સરકારી ઓડિટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.