કાર્યવાહી@વડોદરા: ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં છુપાવી કરવામાં આવતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

 
પરદફાસ

વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હરણી પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં છુપાવી કરવામાં આવતી દારૂની હેરાફેરી નો પર્દાફાશ કરી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હરણી પોલીસની ટિમ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદથી સુરત જતા સર્વિસ રોડ પાસે ગોલ્ડન ચોકડી બ્રિજ ઉતરતાં ACPL ટ્રાન્સપોર્ટના ગોડાઉનના પાર્કિંગમાં કેટલાક સીલ કરેલા પીપળા પડ્યા છે. જેમાં મોટી માત્રામાં દારૂનો છે જે બાતમીના આધારે હરણી પોલીસની ટિમ બાતમી આધારિત ACPL ટ્રાન્સપોર્ટના ગોડાઉનના પાર્કિંગમાં પહોંચી હતી.

તપાસ કરતા ACPL ટ્રાન્સપોર્ટના સ્ટિકર લગાવેલ સીલ લગાવેલ કેટલાક પીપળા મળી આવ્યા હતા.પોલીસે શકાસ્પદ પીપળાના સીલ તોડી તપાસ કરતા પીપળા માંથી લાકડાનું ભૂસું અને કેમિકલ મળી આવ્યું હતું. જે હટાવી તપાસ કરતા વિદેશી દારૂના 1,702 નંગ ક્વાર્ટરિયા મળી આવતા પોલીસે 1.70 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી અજાણ્યા ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કરી જથ્થો કોણે મોકલ્યો હતો અને કયાં પોચાડવાનો હતો તે દિશામાં પણ તાપસ હાથ ધરી છે.