કાર્યવાહી@વડોદરા: સ્માર્ટ મીટરોમાં ગરબડ હોવાના લોકોના આક્ષેપ, વીજબિલ બે થી ત્રણ ગણું વધતાં મચાવ્યો હોબાળો

 
વિજબીલ ઓફીસ
ઉપરાંત વીજ રિચાર્જ ખતમ થયા બાદ કનેક્શન કાપી નાખવામાં આવે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં સ્માર્ટ વીજ મીટર વીજ કનેક્શન ધારકોને લગાવવાની ચાલતી કાર્યવાહી સંદર્ભે સુભાનપુરા વીજ નિગમ ની ઓફિસે એકત્ર થયેલા ઉશ્કેરાયેલા ટોળાએ માસિક વીજ બિલ બેથી ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપો કરીને સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ કરી હતી. વડોદરામાં પ્રત્યેક વીજ કનેક્શન ધારકનું જૂનું વીજ મીટર કાઢીને નવું સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહીનું કામ એજન્સીને આપવામાં આવ્યું છે.

સુભાનપુરા વિસ્તારમાં વિસ્તારમાં તાજેતરના દિવસોમાં જુના વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર એજન્સી દ્વારા લગાવવામાં આવ્યા હતા. સુભાનપુરા વિસ્તારની વીજ નિગમની કચેરીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-1ના સ્થાનિક રહીશોનું રોષે ભરાયેલું મસ મોટુ ટોળું સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ નિગમની ઓફિસે ઘસી ગયું હતું. વીજ નિગમની ઓફિસના દરવાજા અંદરથી બંધ હતા ભારે હોબાળો મચાવ્યા બાદ દરવાજા ખોલાયા હતા. રોષે ભરાયેલા ટોળાએ નવા સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર પુનઃ લગાવી આપવા માંગ કરી હતી. સ્માર્ટ વીજ મીટર  લાઈટનું બિલ બે થી ત્રણ ગણું વધી ગયું હોવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત વીજ રિચાર્જ ખતમ થયા બાદ કનેક્શન કાપી નાખવામાં આવે છે.

આ મીટરમાં ગરબડ હોવાના પણ એકત્ર સ્થાનિક રહીશોના ટોળાંએ આક્ષેપ કર્યા હતા. જ્યારે બીજી બાજુ વીજ નિગમની ઓફિસમાં ઉપસ્થિત કરીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર નાખવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે. આ અંગે અમે વધુ કંઈ કહી શકીએ નહીં એમ તેમણે જણાવ્યું હતું. સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની આગોતરી જાણ કરવામાં આવી નહીં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જો કોઈ વીજ બીલ આપવાનો ઇનકાર કરે તો ભવિષ્યમાં તેમને વીજ નિગમ દ્વારા રૂપિયા દસ હજારનો દંડ થશે તેવી ચીમકી પણ એજન્સી દ્વારા અપાતી હોવાના પણ આક્ષેપો કરાયા હતા.

વીજ કનેક્શન અંગે સ્માર્ટ મીટર એક વખત લગાવ્યા બાદ તેને ચકાસવા બાબતે પણ કોઈપણ જાતની રીતરસમ શીખવાડવામાં આવી નથી. નિયત યુનિટ માઇનસમાં જાય ત્યાં સુધી વીજ કનેક્શન નહીં કપાતું હોવાનું જણાવીને ત્યારબાદ વીજ કનેક્શન વીજ નિગમ દ્વારા જાણ કર્યા વિના કાપી નાખવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.