કાર્યવાહી@વડોદરા: જન્મના બોગસ પ્રમાણપત્રના આધારે આધાર કાર્ડ કઢાવવાના કૌભાંડનો પર્દાફાશ

 
કૌભાંડ
પાલિકાના અધિકારીની સતર્કતાના કારણે કૌભાંડ બહાર આવ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જન્મના બોગસ પ્રમાણપત્ર થકી આધાર કાર્ડ કઢાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આધારકાર્ડ કઢાવવા માટે આવેલા એક વ્યક્તિ પાસેથી જમનાબાઈ હોસ્પિટલનું બોગસ પ્રમાણપત્ર મળી આવતા અધિકારી ચોંક્યા હતા. પાલિકાના અધિકારીની સતર્કતાના કારણે આ ભોપાળું બહાર આવ્યું છે. આ મામલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

બોગસ સર્ટીફીકેટ સાથે પકડાયેલા કાશીદ સિદ્દીકને નવરંગ ટોકીઝ પાસે આધારકાર્ડ કઢાવવાની કચેરી ખાતે શાકભાજીનો વ્યવસાય કરતા એક વ્યક્તિ આધારકાર્ડ કઢાવવા માટે ગયો હતો. દરમિયાન તેણે પોતાના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા જેમાં. જન્મનું પ્રમાણપત્ર સરકારી જમનાબાઈ હોસ્પિટલનું હતું. આધારકાર્ડ કાઢતા પાલિકાના અધિકારીને તે અંગે શંકા જતા તપાસ કરાવી હતી. જેમાં આ પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ આ અંગે અધિકારીએ રાવપુરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે બોગસ પ્રમાણપત્ર રજુ કરનારની અટકાયત કરી હતી.

પોલીસે આ અંગે તેની ઉલટ તપાસ શરુ કરી હતી અને કેવી રીતે આ દાખલો મેળવ્યો તે અંગેની તપાસ કરી હતી. બોગસ સર્ટીફીકેટ સાથે ઝડપાયેલા કાશીદ સિદ્દીકે જણાવ્યું કે, માંજલપુરમાં ફિરોઝ નામનો વ્યક્તિ બોગસ પ્રમાણપત્ર લાવી આપે છે. આ પ્રમાણપત્ર બનાવવા માટે તેણે રૂ. 600 ચૂકવ્યા છે. પ્રમાણપત્ર આપ્યા બાદ તે આધારકાર્ડ કઢાવી આપવા માટેની પણ વ્યવસ્થા કરી આપતો હોવાનું તેણે ઉમેર્યું છે. કાશીદે વધુમાં ઉમેર્યું કે, તે શાકભાજી વેચવાનો ધંધો કરે છે. લારી ઉપર શાકભાજી વેચવા માટે પોલીસ દ્વારા અવારનવાર આધારકાર્ડ માંગવામાં આવે છે.