કાર્યવાહી@અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી 4.6 કિલો ડ્રગ્સ ઝડપાયું
હાઇડ્રોપોનિક વીડના વેક્યુમનાં 10 પેકેટ મુસાફર પાસેથી મળી આવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી ડ્રગ્સ ઝડપાયું છે, આ ડ્રગ્સ પોલીસે નહી પરંતુ કસ્ટમ વિભાગે ઝડપી પાડયું છે,મુસાફર ફલાઈટમાંથી બહાર નીકળ્યો અને તપાસ દરમિયાન 4.6 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં મુસાફર બેંગકોકથી અમદાવાદ આવી રહ્યો હતો અને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપાઈ ગયો છે. હાઇડ્રોપોનિક વીડના વેક્યુમનાં 10 પેકેટ મુસાફર પાસેથી મળી આવ્યા છે.
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઈટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની માહિતીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં કેરિયર અને પેસેન્જરોની પ્રોફાઈલના આધારે કસ્ટમર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ હાઇડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે. નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, "ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ."