કાર્યવાહી@અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં ASI પોલીસકર્મી અન્ય પોલીસકર્મીઓ પાસે માંગે છે લાંચ, જાણો મામલો વિગતે

 
પોલીસ
એકાઉન્ટ રાઈટર હેડની હેરાનગતીથી ત્રસ્ત થઈને કેટલાક પોલીસકર્મીઓ તો ACBના સંપર્કમાં પણ હોવાની વાતો થઈ રહી છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ પોસ્ટ ખુબ જ મહત્વની હોય છે, કારણ કે આ પોસ્ટ પર બેસનાર પોલીસકર્મી જ પોલીસ સ્ટેશનના કર્મીઓને ક્યારે કેવા પ્રકારની ડયુટી સોપવી તેની સત્તા ધરાવે છે. બંદોબસ્તની વહેચણીથી લઈને મોટા ભાગની જવાબદરી એકાઉન્ટ રાઈટર હેડના માથે હોય છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં GIDCની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ 'બળના દેવ'ની પૈસા ખાવાની વૃત્તિથી પોલીસકર્મીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તે પોલીસકર્મીઓ પાસેથી ડ્યુટી સોંપવા બાબે લાંચ લઈ રહ્યો છે જેની રકમ રૂ.2500થી રૂ.10,000 સુધીની છે.પૂર્વ વિસ્તારમાં GIDCની નજીક આવેલા પોલીસ સ્ટેશનનો આ એકાઉન્ટ રાઇટર હેડ રૂપિયાનો એટલો ખાઉધરો બની ગયો છે કે જ્યાં સુધી રૂપિયા આપવામાં આવે નહી ત્યાં સુધી પોલીસ સ્ટેશનના કોન્સટેબલરી સ્ટાફને નોકરીમાં હેરાનગતિ કરવામાં આવે છે.

આ એકાઉન્ટ રાઈટર હેડની હેરાનગતીથી ત્રસ્ત થઈને કેટલાક પોલીસકર્મીઓ તો ACBના સંપર્કમાં પણ હોવાની વાતો થઈ રહી છે. તો ACBએ પણ લાગ જોઈને કાર્યવાહી કરવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી આપી છે.