કાર્યવાહી@આણંદ: LCB કોન્સ્ટેબલ 70 હજારની લાંચ લેતા ઝડપાયો, પ્રોહીબિશનના ગુનામાં માંગી હતી લાંચ
લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદ LCBમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હિતેશ અને ઘનશ્યામસિંહ પર ACBએ કાર્યવાહી કરી હતી. મહીસાગર ACBએ ઘનશ્યામસિંહને ઝડપી પાડ્યો હતો, જ્યારે હિતેશ ફરાર થઈ ગયો હતો. પ્રોહીબિશનના ગુનામાં લાંચ માંગી હતી. આણંદ LCB કચેરીમાં કાયમી જોવા કિલ્લા બંધી મળે છે, બંધ બારણા પાછળના કારણો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. આ કામના ફરિયાદી વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ થયેલ,જે ગુન્હાના કામે હાજર થવા સારૂ આ કામના આક્ષેપિતો ફરીયાદીના ઘરે ગયા હતા.
ત્યાં ફરીયાદી પાસે રૂ.૪,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૂ.૭૦,૦૦૦ લેવાનુ નક્કી કર્યુ હતું. જે રૂ.૭૦,૦૦૦ તથા એક જામીન લઇ એલ.સી.બી.ઓફીસ આવી જવા જણાવ્યું હતું. લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે આક્ષેપિતો હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ.૭૦,૦૦૦ સ્વીકારતા સ્થળ ઉપર પકડાઇ ગયા હતા.