કાર્યવાહી@બનાસકાંઠા: માદક પદાર્થોના કાળા કારોબારનો પર્દાફાશ, 5 કિલોથી વધુના હેરોઇન સાથે એકની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાવ-થરાદ SOGએ મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી છે અને માદક પદાર્થોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. હેરોઇન આપનાર ત્રણ લોકો સામે કાર્યવાહી કરાઈ છે. આ હેરોઈન કયાંથી લાવ્યા તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે. થરાદ પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સંઘવીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે લડવા માટે સરકારે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પણ માનવીય અભિગમ પણ અપનાવ્યો છે.
ડ્રગ્સની આદતનો ભોગ બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને તેમના પરિવાર સાથે મળીને કાઉન્સેલિંગ દ્વારા તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. અસરગ્રસ્તોને સ્થાનિક સ્તરે જ મદદ મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં 1647 ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે 41,000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. 3,727 કરોડ થાય છે. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં 135 ગુનાઓ હેઠળ 306 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 244.59 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મંત્રી વેકરિયાએ ઉમેર્યું હતું કે, દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ATS અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે.

