કાર્યવાહી@બનાસકાંઠા: ચૂંટણી પહેલા અંદાજે 1 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 3 લોકોની અટકાયત

 
ડ્રગ્સ

ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટના સતત સામે આવી રહી છે. ત્યારે ડ્રગ્સ પકડાવવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપાયું છે. અમીરગઢ પોલીસે રૂટીંગ વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી એક કાર માંથી એક કરોડથી વધુનું 1072 ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

 

એક તરફ ચૂંટણીનો મહોલ છે આ દરમિયાન પોલીસ ચેકિંગ સતત કાર્યરત છે. આ દરમિયાન બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું છે. અમીરગઢ પોલીસે ગાડી સહીત પોલીસે ગાડીમાં સવાર 3 લોકોની અટકાયત કરી હતી. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટેન્સિસ એક્ટર મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

 

ચેકિંગ દરમિયાન 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો ઝડપાયા છે. ઈસરાકભાઈ બ્લોચ, સોહેલ સંધી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા આ ત્રણેય જામનગરના હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ડ્રગ્સનો જથ્થો ક્યાં અને કોના કહેવા પર મંગાવવામાં આવ્યો તેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.