કાર્યવાહી@દાંતીવાડા: ડેરી ગામમાં ડિગ્રી વિના દવાખાનુ ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

 
નકલી ડોક્ટર

દાંતીવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર આવા ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરોની હાટડીઓ ધમધમી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાંતીવાડા પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર બોગસ ડોક્ટરો બેઠા છે,સ્થાનિક આરોગ્ય વિભાગની જાણે રહેમનજર હોય તેમ અહીં આ ઉઘાડ પગા ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. બુધવારે બાતમીના આધારે SOG એ ડેરી ગામે રેડ કરતા ડિગ્રી વિનાનો એક ડોક્ટર ઝડપી પાડ્યો છે.

ડેરી ગામે લખમાજી રબારીના મકાન ભાડે રાખી વર્ષોથી આ જગ્યા પર ડિગ્રી વિના દવાખાનુ ચલાવતા બોગસ તબીબ સુપ્રભાત ગોપાલ બિશ્વાસ ઉં.વ.૩૨ મૂળ રહે.૫૪/કે આખરીની પાસે જનાપુર સિહોરી રાજસ્થાન વાળાને SOGએ ઝડપી પાડ્યો હતો,  તેમજ મેડિકલ સાધનો,દવાઓ અને ઇન્જેકશનો જપ્ત કરી કુલ મળી રૂપિયા ૧૮૩૫૭ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.એલોપેથી તબીબીની પ્રેક્ટિસ કરવા અંગેનું સર્ટીફિકેટ અને મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરી શક્યો ન હતો. જેથી પાલનપુર SOGની ટીમના પીએસઆઇ એસ.એમ. પાંચિયા સાથે પોલીસ જવાનો જામાભાઈ, વિનોદભાઈ, અને નટવરભાઈની ટીમે આ બોગસ ડોકટરને ઝડપી પાડી દાંતીવાડા પોલીસને હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.