કાર્યવાહી@ગુજરાત: ગાંધીનગર તાલુકામાં ગેરકાયદેસર ખનન અને વહન કરતા રેતીચોરોને 2.30 કરોડનો દંડ

 
રેતી ખાનન

તમામ જગ્યોથી દરોડા પાડીને તંત્રએ કુલ ૨.૩૦ કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગર જિલ્લા મદદનીશ ભુસ્તરશાીની સુચના હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરીની ક્ષેત્રીયટીમ દ્વારા ગત ત્રણ દિવસોમાં ગાંધીનગર જીલ્લામા ખનિજની બિનઅધિકૃત પ્રવૃત્તિનેે અંકુશમાં લાવવા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી બિનઅધિકૃત ખનિજના ખનન તથા વહનમાં સંકળાયેલ કુલ નવ વાહનો જેમાં ડમ્પરો, ટ્રેકટર, એસકેવેટર મશીનને જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

ગાંધીનગર તાલુકાના પિપળજ- રાંધેજા રોડ,રાંધેજા ખાતે સાદીરેતી ખનિજનુ રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરવા બદલ બે ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે સોમવારના રોજ લેકાવાડા ખાતે પણ રેડ કરીને બે ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા.જ્યારે દહેગામના વાસણા સોગઠી ખાતે આવેલી મેશ્વો નદીના પટમાંથી બિનઅધિકૃત ખનન અન્વયે એકસ્કેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું હતું.

મંગળવારે ઝાંખ-વહેલાલ ખાતેથી ગેરકાયદેરીતે ખનન અને વહન કરતા ત્રણ વાહનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથે સાથે પિંપળજ ચોકપોસ્ટ ખાતેથી પણ એક ડમ્બર ગેરકાયદે રેતી વહન કરતું હોવાથી તે જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે બુધવારે દોલપુર ખાતે ટેક્ટર અને ખનનના મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ તમામ જગ્યોથી દરોડા પાડીને તંત્રએ કુલ ૨.૩૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.