કાર્યવાહી@ગુજરાત: રસ્તો બનાવવામાં જવાબદારોની ઘોર બેદારકારી, ડીપીનો પોલ હટાવ્યા વિના જ રસ્તો બનાવી દીધો

 
કાર્યવાહી

હાલ સર્જીત સ્થિતિને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઘોઘંબા તાલુકાના પાલ્લા લુહાર ફડિયાયાથી પ્રાયમરી શાળા જોઈનીંગ રોડની મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કામગીરી કરવામાં આવી છે. જેમાં જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી છે.સ્થાનિકોનેઅવર જવર માટે તકલીફ્ ના પડે એવા શુભાશય સાથે બનાવવામાં આવેલા આ માર્ગમાં વચ્ચે આવતાં વીજપોલ ડીપી ખસેડવાની જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા તસ્તી લેવામાં એ નથી અથવા તો માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ગની કામગીરી શરૂ કરતાં પૂર્વે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં વીજપોલ અને ડીપી ખસેડવા માટેની જરૂરી કામગીરી કર્યા પૂર્વે જ માર્ગ બનાવી દેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે.

હાલ તો માર્ગ મકાન વિભાગ દ્વારા એમજીવીસીએલમાં કૃષિ વીજ જોડાણની ડીપી ખસેડવા માટેની સર્વે કામગીરી માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ અત્રે ચોક્કસ ઉલ્લેખી શકાય કે કોઈપણ માર્ગની કામગીરી શરૂ કરતાં પૂર્વે સરવે કરવામાં આવતું હોય છે. જેમાં આડે આવતાં વૃક્ષો મકાનો કે વીજપોલ ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.

પરંતુ અહીં એ પ્રકારની કામગીરી કેમ ના કરવામાં આવી અને કરવામાં આવી તો વીજ ડીપી ખસેડયા પૂર્વે કેમ માર્ગ બનાવી દેવામાં આવ્યો એ બાબતઅનેક સવાલો ઉભા કરી રહી છે. હાલ સર્જીત સ્થિતિને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે ચોમાસા પૂર્વે આવી વીજપોલ અને ડીપી હટી જાય તો સ્થાનિકોને અવર-જવરમાં તકલીફ્ના સામનો કરવો પડશે નહી.