કાર્યવાહી@મોરબી: 1.84 કરોડની કફ સિરપ મંગાવનાર આરોપીની પોલીસે કરી અટકાયત

 
મોરબી
પોલીસે સમગ્ર ઘટનામાં કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોરબીમાં નશાયુકત કફ સિરપનો જંગી જથ્થો મળી આવ્યો હતો, એક ગોડાઉનમાંથી 90 હજાર જેટલી કોફીન યુક્ત કફ સિરપ મળી આવી હતી. જેને ચોખાની આડમાં મોરબીમાં ઘુસાડવામાં આવી હતી અને અહીંથી તેનું રીપેકિંગ કરીને બીજે મોકલવાની હતી, પરંતુ એ પહેલા જ મોરબી LCBએ આ જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા હતા,ત્યારે આજે મુખ્ય આરોપી રવિ કંડોરીયાની પોલીસે અટકાયત કરી છે.નાર્કોટિક્સ એક્ટ મુજબ 6 આરોપીઓ સામે ગુનો નોંધાઈ ચૂકયો હતો, અને પોલીસ તપાસમાં વધુ માહિતી બહાર આવી હતી,મોરબી LCBએ અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

મોરબી LCBએ બાતમીના આધારે રેડ કરીને ચોખાની આડમાં ઉતારવામાં આવેલા આ જંગી જથ્થાને ઝડપ્યો હતો સાથે રહેલ ટ્રક ચાલક કલિનર અને ગોડાઉનના સંચાલક મનિષ પટેલને ઝડપ્યો હતો.કુલ રુ. 1.84 કરોડની કફ સિરપની 90 હજાર બોટલ સહિત 4.41 લાખની ચોખાની 630 બોરી અને ટ્રક મળી કુલ 2.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

નડિયાદ તાલુકાના બિલોદરા અને મહુધા તાલુકાના બગડું ગામે શંકાસ્પદ આર્યુવેદિક સિરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હતા,ત્યારબાદ પોલીસ ચેકિંગને લઈ સફાળી જાગી હતી.ખેડા જિલ્લામાં બે દિવસમાં છ વ્યકિતના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી,પોલીસ હવે સિરપને લઈ કંઈ પણ ચાલવી લેવા માંગતી નથી,જે પણ વ્યકિત સિરપના જથ્થા સાથે ઝડપાશે તેની સામે પોલીસ NDPS એકટ હેઠળ કાર્યવાહી જરૂરથી કરશે.