કાર્યવાહી@મોરબી: સિરામીક ફેક્ટરીમાં દરોડા, વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા, એકની ધરપકડ

 
ફેક્ટરી

જીએસટી કૌભાડનો આંકડો 100 કરોડ જેટલો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસટેકસ ઇન્ટેલીજન્સ (ડીજીજીઆઇ) અમદાવાદ ઝોન યુનિટને બાતમી મળતા મોરબીની સિરામિક ફેકટરીમાં દરોડા પાડીને મોટીમાત્રામાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે.સિરામિક ટાઇલ્સ બનાવતી ફેકટરીઓને બોગસ બિલ આપનાર માસ્ટર માઇન્ડની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરી છે. બોગસ બિલો બનાવી આપનાર નિતીન રમેશચન્દ્ર ભીમાણીને રાજકોટ ઝોનલ યુનિટમાં લઇ જઇને સ્ટેટમેન્ટ લઇને ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો છે.

પ્રાથમિક તપાસમાં સિરામિક ટાઇલ્સ, બનાવતી ફેકટરીની 5.20 કરોડની જીએસટીની ચોરી પકડાઇ છે. માલિકોની પણ સંડોવણી બહાર આવી છે અને એક્સાઇઝ ઇન્ટેલીજન્સના અધિકારીઓ ટૂક સમયમાં સિરામિક ટાઇલ્સના માલિકોની ધરપકડ કરશે. નિતીન ભીમાણી જે ફેકટેરી માલિકો માટે બોગસ બિલિંગ કરતો તેના નામો તપાસનીસ અધિકારીઓને મળી ગયા છે જેના આધારે આગળની તપાસ ચાલશે. જીએસટી કૌભાડનો આંકડો 100 કરોડ જેટલો છે.

દસ સ્થળોએ દરોડા પાડી કરચોરીના દસ્તાવેજો જપ્ત કરાયા છે. સિરામિક ટાઇલ્સ ભરેલી ટ્રકો રાજસ્થાન મોકલાઇ રહી છે તેવા બોગસ ટ્રાન્સપોર્ટના બિલો બનાવી મોટાપાયે જીએસટીની ચોરી કરાતી હતી. ટન્સપોર્ટમાં ડિલિવરી કરાઇ છે તે માટે ઇ-વે બિલ જનરેટ કરાતી હતી. પાછળથી ડિલીટ કરી દેવાતા હતા.