કાર્યવાહી@પાલનપુર: ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડમાં 17 લાખનો 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

 
નકલી ઘી

2700 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાલનપુર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હિતેશ મોદીની ધાન્વી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે રેડ કરી રૂા. 17 લાખનો 2700 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પેઢીમાંથી અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘી નાં 6 સેમ્પલ અને લુઝ ઘી નાં સેમ્પલ મળી કુલ 7 સેમ્પલ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા.જે સેમ્પલને ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા તેમજ 2700 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

પાલનપુર ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વાર ધાન્વી એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં વહેલી સવારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમ્યાન ઘી નો મોટો જથ્થો ઝડપાયો હતો. જે આજુબાજુનાં ગામોમાં મોકલવાનો હતો. ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગાઉ અલગ અલગ કેસમાં ત્રણ વખત દંડ ફટકારવામાં આવ્યો છે

ડીસાનો હિતેશ મોદી અગાઉ પણ શંકાસ્પદ ઘી ની બનાવટમાં ઝડપાયો છે. જેમાં તેને ત્રણ અલગ અલગ કેસમાં 21 લાખ જેટલો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું હતું કે, હિતેશ મોદી દ્વારા બહારથી તૈયાર સસ્તુ ઘી લાવી તેના પર અલગ અલગ બ્રાન્ડનાં પેકિંગ લગાવી ગુજરાત, રાજસ્થાનનાં અંતરિયાળ ગામોમાં વહેંચવાની કામગીરી કરવામાં આવતી હતી.