કાર્યવાહી@પાલનપુર: દારૂના નશાની હાલતમાં ઇકોચાલકે 8 લોકોને અડફેટે લીધા

 
અકસ્માત

પાલનપુર ધનિયાણા ચોકડી નજીક નશામાં ધુત ઇકો ચાલકે અકસ્માત સર્જ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દારૂના નશામાં ઇકો ચાલકે 8 લોકોને અડફેટે લીધા છે. જેમાં પાલનપુરમાં નશાની હાલતમાં બેફામ બનતા ડ્રાઇવરો હવે ખતરનાક બન્યા છે. તેમાં ધનિયાણા ચોકડી નજીક દારૂના નશામાં ધુત ઇકો ચાલકે 8 લોકોને ટક્કર મારી છે.આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. તેમજ લોકોએ ઇકો ચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. તેમજ કારમાંથી બિયરનું ટીન પણ મળી આવ્યું છે.

ઇકોચાલક સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. ઘટનામાં પાલનપુર ધનિયાણા ચોકડી નજીક નશામાં ધુત ઇકો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેમાં ત્રણ રાહદારી અને રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. રિક્ષામાં સવાર લોકો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. તેમજ ઇકો ચાલક સામે પાલનપુર પૂર્વ પોલીસમાં ફરિયાદ થઇ છે તેથી પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.