કાર્યવાહી@પાલનપુર: રાજ્યમાં ચૂંટણી સમયે રૂપિયાની રેલમછેલ, 1 કરોડની શંકાસ્પદ રકમ ઝડપાઈ

 
રકમ

પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ ગુનો નોંધી રોકડ રકમની તપાસ હાથ ધરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાલનપુરના એરોમા સર્કલ પર મોડી રાત્રે શંકાસ્પદ કારમાંથી એક કરોડ જેટલી રકમ પકડાઈ હતી, એરોમા સર્કલ પર એલસીબી પોલીસના માણસો ચેકિંગમાં હતા જે દરમિયાન ડીસા તરફથી આવતી કાર પર શંકા ગઈ હતી અને કાર માથી ચેકિંગ દરમિયાન એક કરોડની રોકડ પોલીસને મળી આવી હતી. જો કે કારમાં સવાર લોકોએ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે આ રોકડ રકમ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી છે એટલે પોલીસ મોડી રાત્રે વાહનોના ચેકિંગ કરતી હોય છે.ચૂંટણી ને લઇ કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો કે દારૂ ની હેરાફેરી સહિત ગેરપ્રવૃતીઓ ના થાય તે માટે પોલીસ સતત ચેકીંગ કરી રહી છે. ત્યારે પાલનપુરના એરોમાં સર્કલ પર મોડી રાત્રે એલસીબી પોલીસના માણસો વાહન ચેકિંગમાં હતા જે દરમિયાન ડીસા તરફથી આવી રહેલી કાર પર શંકા જતા કાર રોકી અને તેમાં તપાસ કરતા 500ના દરની 20 હજાર નોટો મળી આવી હતી. ત્યારે આટલી મોટી રકમ લઇ જતા બે લોકો શંકાસ્પદ લાગતા એક કરોડની રોકડ રકમ, મોબાઈલ ફોન અને કાર એલસીબી પોલીસે કબજે કરી હતી.

પાલનપુર પશ્ચિમ પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ ગુનો નોંધી રોકડ રકમની તપાસ હાથ ધરી છે.એલસીબી પોલીસ ઇન્કમટેક્સ સાથે અને અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આ રોકડ કોઈ ચોરીની છે અથવા તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે અથવા તો કોઈ ચૂંટણી દરમિયાન વપરાનારી હતી અથવા તો કોઈને આપવની હતી જે તમામ બાબતોની પોલીસ તપાસ હાથ ધરી હતી.